શિક્ષણ પદ્ધતિ

દારુલ ઉલૂમ નો મુખ્ય ઉદ્દેશ ઇસ્લામી તા’લીમાત પર મક્કમતાથી અમલ અને તેનો પ્રચાર છે.૧૦૦%, બુન્યાદી દીની તાલીમ સાથે ૪૬૩ઉલેમા-એ-કીરામ , ૮૧૯ હુફ્ફઝે કીરામ, ૨૫૬ કરી હ્ઝરાત તથા ૫૯ આલીમાની ઇસ્લામી જગતને ભેટ ધરી છે. સમયની માંગ મુજબ ગુજરાતી, અંગ્રેજી, ગણિત, કોમ્પ્યુટર, સિલાઈ, ઓપ્ટિક તેમજ સરકાર માન્ય પ્રાથમિક શિક્ષણનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મોહતરમ મુસ્લિમ બિરાદરો!

દારુલ ઉલૂમની પ્રગતિ અને તેના ભાવી પ્રોગ્રામો માટે અગણિત નામી-અનામી ઇલ્મપ્રેમી સખી દાતાઓનો શુક્રગુજાર છે. અલ્લાહ એમની તમામ મદદો કબૂલ ફરમાવી બંને જહાનમાં બેહતરીન બદલો આપે.આમીન.

દારુલ ઉલૂમ વધુથી વધુ ઈલ્મી સુવિધાઓ માટે સતત પ્રયત્નશીલ છે. નાણાકીય મુશ્કેલીઓ છતાં ખુદના ભરોસે ઉલુમે નબવી(સ.અ.સ.) ની ઇશાઅત માટે કાર્યરત છે. સખીદાતાઓથી ગુઝારીશ છે કે, પોતાની પાક કમાઈમાંથી કુરઆન-હદીષ અને ઉલુમે નબવી(સ.અ.સ.) ના પ્રચાર માટે-પ્રસાર માટે ભરપુર મદદ ફરમાવી ઉગતી નસલને બિન ઇસ્લામિક તરીકા, રીત-રીવાજોથી બચાવવા, ઇસ્લામી કલ્ચરને જાળવી રાખવા અને ભાવી નસ્લને પણ ઇસ્લામી માહોલમાં જીવંત રાખવા મદ્રસાઓને મજબુત બનાવે. અલ્લાહ તઆલા ઉમ્મતને ભલાઈની તોફીક અતા ફરમાવે.આમીન.

“કુરઆની અને નબવી તા’લીમ”

વસલ્લમ


દારુલ ઉલૂમમાં તાલીમી સુવિધા

  • દીનીયાત
  • હિફ્ઝ
  • તજ્વીદ
  • કિરાઅતે-હફસ
  • કિરાતે-સબા
  • અલીમ કોર્સ,દોરએ હદીષ સુધીની મુકમ્મલ તાલીમ
  • જરૂરિયાત મુજબ ગણિત, અંગ્રેજી તથા સરકાર માન્ય પ્રાથમિક શિક્ષણની સુવિધા.
  • કોમ્પ્યુટર, ઓપ્ટિક ટ્રેડ અને ટેલરીંગ તાલીમ વ્યવસ્થા.

દારુલ ઉલૂમની સિદ્ધિઓ

  • ભાડાના મકાનથી શરુ થયેલા નાના મકતબનું આજે દારુલ ઉલૂમમાં રૂપાંતર અને દોરએ હદીસ સુધીની તાલીમ.
  • મકાતિબની વ્યવસ્થા દ્વારા મુસ્લિમ બાળકોમાં ૧૦૦% બુન્યાદી દીની તાલીમાત.
  • દારુલ ઉલૂમે આજદિન સુધી ૪૬૩ઉલેમા-એ-કીરામ , ૮૧૯ હુફ્ફઝે કીરામ, ૨૫૬ કરી હ્ઝરાત તથા ૫૯ આલીમાની મહામુલી ભેટ ધરી છે.
  • પંચમહાલ તથા મહીસાગરના ગામડે-ગામડે દીની ઇલ્મનો ફેલાવો.
  • બિદઅતો અને કુરિવાજોની નાબુદીમાં મહદ અંશે સફલતા.
  • પ્રકાશન વિભાગ દ્વારા લોકોમાં ઈલ્મી જાગૃતિ અને તલબ.
  • ગ્રામ્ય મકાતિબની સંખ્યા ૯૫ અને તે દ્વારા સમગ્ર વિસ્તારના લોકો સુધી દીની ઇલ્મની રસાય.
  • દીની તાલીમની ૧૦૦% સિદ્ધિના હેતુથી ગુજરાતી, અંગ્રેજી, ગણિત, ટેલરીંગ, કોમ્પ્યુટર, બુક બાઇન્ડીંગ, ઓપ્ટિક ટ્રેડ તથા સરકાર માન્ય ગુજરાતી પ્રાથમિક શિક્ષણ જોગવાઈ.
  • બાંસવાડા-રાજસ્થાનમાં ગ્રામ્ય મકાતીબના સંચાલન માટે “જામેઆ હિદાયતુલ ઇસ્લામ” નામી તા’લીમી મર્કજ
    ની સ્થાપના.

દારુલ ઉલૂમના તાલીમી વિભાગો

(અ) દારુલ ઉલૂમ

વિભાગ ક્લાસ તલબા અસાતેજા
દીનીયાત ૧૩૫
હિફ્ઝ ૧૧ ૧૬૧ ૧૧
કીરા’ત તમામ
આલીમ કોર્ષ ૧૨ ૨૪૪ ૧૫
ઓપ્ટિક ટ્રેડ ૨ બેચ ૩૩
પ્રાથમિક શિક્ષણ ૧૬૪
લેખન   તમામ
અંગ્રેજી આલીમ કોર્ષના તલબા
કોમ્પ્યુટર ૨ બેચ ૩૫
લેડીઝ ટેલરીંગ ક્લાસ ૨ બેચ ૫૦
જામિયા આયેશા
સીદ્દીકા(રદી.)
૭૨ ૪+૪

(બ) મકાતિબ

સ્થળ સંખ્યા તલબા અસાતેઝા મુલાઝીમ
ગ્રામ્ય વિસ્તાર ૯૫ ૫૦૦ ૯૫

(ક)ફારેગીન

વિગત ચાલુ વર્ષે અગાઉ કુલ
આલીમ ૩૨ ૪૩૧ ૪૬૩
હાફીઝ ૩૧ ૭૮૮ ૮૧૯
કારી ૨૧ ૨૩૫ ૨૫૬
આલીમા ૧૩ ૪૬ ૫૯