અમારો ધ્યેય
- કુરઆન હદીસનાં ઇલ્મની ઇશાઅત અને ઇસ્લામી તહઝીબનો ફેલાવો કરવો.
- મુસ્લિમ સમાજને ઇસ્લામી અખ્લાક, ઇસ્લામી કેળવણી આપવી.
- બિદઅતો અને ગેરઇસ્લામી રીત-રીવાજો તથા બદ્દીની તેમજ નાસ્તીક્તાના મુકાબલામાં સાચો ઇસ્લામ પેશ કરવો.
- ઇસ્લામી સિદ્ધાંતો અને ઇસ્લામી પ્રણાલિકા વિરુદ્ધની દરેક ચળવળ સામે સચેત રહેવું.
- વિશ્વભરમાં ઇસ્લામી દા’વતના પ્રચાર-પ્રસાર માટે મુબલ્લીગો પેદા કરવા.
- ઇસ્લામી મીરાસ અર્થાત ઇસ્લામી તા’લીમાતને જીવંત રાખવી.
- દીની તાલીમ માટે ગામડાઓમાં મકાતીબની સ્થાપના કરવી.
- નવી પેઢીમાં ઇસ્લામી અખ્લાક, ઇસ્લામી તા’લીમાત અને ઇસ્લામી તહઝીબનો ગાઢ સંબંધ પ્રસ્થાપિત થાય તેવો પ્રયત્નો કરવા.
- અરબી ભાષાનો પ્રચાર-પ્રસાર કરવો અને તેના ભાષાકીય સ્વરૂપને ઉચ્ચતમ બનાવવું.
- ગામડામાં મસાજીદ અને મકાતિબ ની તા’મીર કરવી અને તા’મીરી કામમાં સહાય કરી તેનું સંચાલન કરવું
રહમાની બયતુલ માલ
અને તેના માલનો એક નિશ્ચિત ભાગ ગરીબો અને હકદારો માટે છે..(કુર્રાન)
દારુલ ઉલૂમ ની નીગ્રાનીમાં ચાલતી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશો…
- મુસ્લિમ સમાજ માટે નાદાર, ગરીબ વિધવાઓ તેમજ તલાકસુદા ઔરતોની સહાય માટે.
- ગરીબ વર્ગમાં આવી પડેલી આકસ્મિક અને ગંભીર પ્રકારની બીમારીના ઈલાજમાં સહાયભૂત થવા માટે.
- હુનરમંદ લોકોને પોતાના સ્વતંત્ર ધંધા-હુન્નર માટે ધંધાકીય સાધનો વસાવવા સહાયભૂત થવાના ઉમદા હેતુઓ માટે
- ગરીબ તેજસ્વી વિધાર્થીઓ કોઈ નાણાકીય તકલીફ વગર અભ્યાસ કરી શકે તે માટે
ઉપરોક્ત હેતુઓને નજર સમક્ષ રાખી, સુભેચ્છકોના મશવેરથી દારુલ ઉલૂમ, લુણાવાડાની સીધી દેખ-રેખ હેઠળ એક રહમાની બયતુલમાલની સ્થાપના કરવામાં આવી છે.
p >
બયતુલમાલની યોજના હેઠળ નાણા ભંડોળની મર્યાદામાં રહી વિધવાઓ-તલાકશુદા ઔરતો તેમજ જરૂરતમંદ મજુર વર્ગના લોકોને પોતાના ધંધાના સાધનો વસાવવા માટે તથા આકસ્મિત બીમારીઓમાં સપડાયેલા લોકોને બીમારીને ગંભીરતા મુજબ સહાય પૂરી પાડવાનું આયોજન કરવામાં આવે છે.
દારુલ ઉલૂમ લુણાવાડા સંચાલિત રહમાની બયતુલમાલ નો એવો મુસ્લિમ સમાજના નિર્માણનો ઉદ્દેશ છે, કે જેમાં જકાતના મુસ્તાહીક લોકોને શોધવા પડે, મુસ્લિમ સમાજનો દરેક સભ્ય આર્થિક રીતે પગભર હોય, ઝકાત આપવાવાળા હોય….. ઝકાત લેનાર નહિ.
આ ફંડમાં આપ હ્ઝરાતનો સારો સહકાર પ્રાપ્ત થતો રેહશે તો, ઇન્શા’અલ્લાહ “રહમાની બયતુલમાલ” આ મિશન તરફ કામ્યાબીની સાથે આગળ વધતું જ રેહશે.