દારુલ ઉલૂમ વિષે

બધીજ તારીફ બંને જહાનના પાલનહાર ફક્ત અલ્લાહ તઆલાની છે અને દુરુદો સલામ આકાએ નામદાર હઝરત મુહમ્મદ મુસ્તફા(સ.અ.સ) પર અને તેમની આલ પર અને તેમના સહાબા પર.

બિરાદરાને ઇસ્લામ !

અસ્સલામુઅલૈકુમ વ.વ.

અલ્લાહના ફઝલો કરમથી દારુલ ઉલૂમ મદ્રસા અરબીયા તા’લીમુલ મુસ્લિમન, લુણાવાડા પોતાની ઈલ્મી સેવાઓના ૮૯માં વર્ષમાં પ્રવેશી રહ્યો છે. ૮૮વર્ષોથી દારુલ ઉલૂમ ફક્ત અલ્લાહના ભરોસે ચાલી રહ્યો છે. અને ભવિષ્યમાં પણ ચાલતો રેહશે. અલ્લાહ જલ્લશાનહૂના અપાર ફઝલો કરમ અને આપ સૌ નામી-અનામી સખી દાતાઓના સહકાર તથા બુઝુર્ગોને દિનની ભળી દુઆઓથી દારુલ ઉલૂમેં કરેલ તા’લિમી અને તા’મીરી પ્રગતિ અને ભાવી પ્રોગ્રામો આપ સખી દાતાઓ સમક્ષ રજુ કરતા અમે ઘણી ખુશી અનુભવીએ છીએ.

અલ્લાહનો શુક્ર છે.

બીરાદરાને ઇસ્લામ!

નબીએ કરીમ(સ.અ.સ.) ના ઈલ્મી વારસાનો હક અદા કરવા મર્હુમ હઝરત મૌલાના અબ્દુલ રહમાન માલવાણિયા સા.(રહ.) દ્વારા ૧૯૩૦માં મુફ્તી કીફાયાતુલ્લાહ સા.(રહ.) ની સલાહ થી દારુલ ઉલૂમ ની સ્થાપના કરી હતી. ૧૯૩૦માં સ્થાપિત દારુલ ઉલૂમ એ ઝમાનાની ઝળહળતી તવારીખનું પાનું છે. મર્હુમ મૌલાના માલવાણિયા સા. ના મુખ્લિસ સાથી મર્હુમ અબ્દુલ મજીદ મહમૂદ રશીદ સા.(રહ.) તથા મર્હુમ મુફ્તી ખલીલુર્રહમાન રશીદ સા(રહ.) ની ઈલ્મી પ્રચાર-પ્રસારની અજોડ મહેનતો કામે લાગી. જહાલતનાં અંધકારમાં દારુલ ઉલૂમ રૂપી દીની મશાલે ચોતરફ પ્રકાશ ફેલાવી દીધો. પરિણામ સ્વરૂપ આજે દારુલ ઉલૂમના ઈલ્મી ફરઝંદો દેશ-વિદેશમાં દીની ઈલ્મના પ્રચાર-પ્રસારના નેક કાર્યમાં કાર્યરત છે.