અસ્સલામુ અલૈકુમ વ.વ.

દારુલ ઉલૂમ મદ્રસા અરબીયા તાલીમુલ મુસ્લિમીન એ ઇસ્લામિક શિક્ષણ ક્ષેત્રે વિવિધલક્ષી હેતુઓ ધરાવતી અને દુર દુર સુધી ઇસ્લામી સંદેશો પહોંચાડતી ગુજરાતના મહીસાગર જીલ્લામાં આવેલ એક ઇસ્લામિક સંસ્થા છે.

પોતાના વિવિધલક્ષી હેતુઓને પાર પાડવા માટે દારુલ ઉલૂમ દરેક હેતુની પરીપૂર્ણતા માટે સઘન યોજના બનાવેલ છે. દારુલ ઉલૂમની પ્રવૃત્તિઓ દિવસે-દિવસે ગુણાત્મક રીતે વધતી જાય છે. પરિણામે તેના ખર્ચના બજેટમાં પણ સ્વાભાવિક રીતે વધારો થતો જાય છે. દારુલ ઉલૂમની કાયમી આવકના કોઈ સ્ત્રોત નથી. અલ્લાહ પર ભરોસો અને આપની સખાવતો અને તવજ્જો તેમજ તેમજ બુજુર્ગોની દુઆઓ અને નઝર એ એક માત્ર તેની ‘પુંજી’ છે. દારુલ ઉલૂમનું પૂરે પૂરું બજેટ માત્ર સખી દાતાઓ અને શુંભેચ્છકોની નાણાકીય મદદો પર નિર્ભર છે. અમો તમામ મુસ્લિમ બિરાદરી, હિતેચ્છુઓ અને શુંભેચ્છકોની પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહેલ આ ઇસ્લામિક સંસ્થાને તેના પોતાના લક્ષ્ય સિદ્ધી માટે પોતાની મદદોમાં વધારો કરવા હાર્દિક અપીલ કરીએ છે.